આચાર્યશ્રીનો સંદેશ
-

આચાર્યશ્રીનો સંદેશ
સુજ્ઞ શિક્ષણપ્રેમી વાલીશ્રી... સાદર નમસ્કાર...
આજના વૈજ્ઞાનિક આવિષ્કારોથી વિભૂષિત બૌદ્ધિકકાળ માં વિજ્ઞાન અને ટેકનોલોજીના શિક્ષણનું મહત્વ ખૂબ વધ્યું છે, તેથી પ્રત્યેક માં-બાપ પોતાના બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે ની ઉત્તમ તકો ઝડપી લેવા માટે તેને વિજ્ઞાન પ્રવાહનું શિક્ષણ અપાવવાના સઘન પ્રયત્નો કરે છે.
સાયન્સ એજ્યુકેશન દ્વારા ટેકનીકલ કે મેડીકલ ક્ષેત્રે ઉચ્ચ કારકિર્દી પ્રાપ્ત કરી પોતાના સંતાનો સમૃદ્ધિસભર, સ્વાવલંબી અને સુખીજીવન પ્રાપ્ત કરે એવી પ્રત્યેક વાલીશ્રીઓની અભિલાષા ઉચિત છે.
પરંતુ,
- સ્વાવલંબી સંતાનો સ્વાર્થી બને તો ?
- સમૃદ્ધિની છોળો વચ્ચે તેઓનો આપણી સાથેનો સ્નેહ, આપણું સન્માન કે આપણા માટેનું સમર્પણ જ ભૂલાય જાય તો?
- કારકિર્દી ની ટોચ ઉપર બિરાજેલ આપણા સંતાનો ના જીવનમાંથી આપણી જ બાદબાકી થઈ જાય તો?
તો એ ઉચિત ખરું ? ના... કદાપિ નહિ...
તેથી,
આપણે સૌએ વર્તમાનકાલીન વૈજ્ઞાનિક વિચારધારાને અપનાવવાની સાથે વેદકાલીન સાંસ્કૃતિક મુલ્યોને પણ સ્વીકારવા જ રહ્યા કારણકે, બાળકોના સર્વાંગી અને જીવનલક્ષી ઘડતર માટે શિક્ષણને સંસ્કાર અને વ્યવહાર સાથે જોડવું અતિ આવશ્યક છે.
ચેતનભાઈ બી પટેલ
આચાર્યશ્રી ( ભાવદર્શન વિદ્યાલય )